લાલપુર તાલુકાના સણોસરી અને ઈશ્વરીયા પંથકમાં સંકલ્પ રથનું ભવ્ય સ્વાગત

હિન્દ ન્યુઝ, જામનગર   કેન્દ્ર અને રાજ્ય સરકારની વિભિન્ન જનહિતકારી યોજનાઓને છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. લાલપુર તાલુકાના સણોસરી અને ઈશ્વરીયા ગામમાં ગ્રામજનો દ્વારા સંકલ્પ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સરકારની વિવિધ 17 જેટલી યોજનાઓના લાભો આપીને તેમને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં લાલપુર તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, પ્રાંત અધિકારી એસ.જે.અસવાર, લાલપુર તાલુકા વિકાસ અધિકારી પંકજ મહેતા, અન્ય જનપ્રતિનિધિઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.   Post Views: 13